સુરેન્દ્રનગર એલસીબી ટીમે ચોટીલા હાઈવે પર ચાણપા ગામના પાટીયા પાસેથી બે શખ્સોને જામનગર ગ્રામ્યમાંથી ચોરેલા બે બાઈક સાથે ઝડપી લીધા છે. બન્નેને ચોટીલા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફના પ્રવીણભાઈ કોલા, વજાભાઈ સાનીયા સહિતનાઓ ચોટીલા હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે ચાણપા ગામના પુલ પાસેથી 2 શખ્સો શંકાસ્પદ બાઈક સાથે પસાર થતા નજરે પડયા હતા. આથી બન્નેને ઉભા રાખી તેમની પાસે બાઈકના આધાર પુરાવા માંગતા તેમની પાસે હતા નહી. જયારે પોલીસે પુછપરછ કરતા તેઓએ આ બાઈક જામનગરના બેડી મરીન પોલીસ મથક વિસ્તાર અને મેઘપર પડાણા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.










