ચોટીલા : ચોટીલા તાલુકાના આણંદપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ્ને પેટ્રોલીંગ માં હતા ત્યારે ચોક્કસ પણે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ખાટડી ગામે શીવરાજ ગભરૂ ભાઈ મકાનની પાછળ વાડામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. એથી સ્ટાફની ટીમ તુરત જ સ્થળ પર ધસી જઈને દરોડો પાડયો હતો. જેમાં પોલીસે શીવરાજ ગભરૂભાઈ, વહતુ આપભાઈ(બંને રહે ખાટડી), ખોડા ભુરાભાઈ અને હીતેશ ભગાભાઇ (બંને રહે. ઝીઝુડા)ને જુગાર રમતા રંગેહાથ પકડી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.16,800 કબજે કરીને ચારેય સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આણંદપુર પોલીસે હાથ ધરી છે.

Ahmedabad News: શહેરમાં 16 મોટા ખાડામાંથી માત્ર 9 જ પૂરાયા, જાણો સ્ટેન્ડિંગ ચેરમેને શું કહ્યું?









