રાજકોટ અમદાવાદ હાઇવે પર અવારનવાર રીપેરીંગના કામને લઈને ટ્રાફ્કિજામની સ્થિતિ સર્જાય છે. હાઇવે ઓથોરિટીના અણઘડ વહીવટ અને ધીમી ગતિની કામગીરીને લઈને વારંવાર વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફ્કિજામમાં ફસાવવાનો વારો આવે છે. ત્યારે ગુરુવારે પણ નાની મોલડી ગામથી ટોલનાકા સુધીનાં હાઈવે રોડનું રીપેરીંગ કામ ચાલુ હોય અને ડાયવર્ઝન પણ સાવ સાંકળી શેરી જેવો અપાતા વહેલી સવારથી બપોર સુધી 8 કિમી સુધી હાઈવેની બંને સાઈડ વાહનોના થપ્પા લાગ્યા હતા. એથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જેના પગલે આણંદપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ્ની કલાકોની ભારે જહેમત બાદ ટ્રાફ્કિ હળવો થયા બાદ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
