ડભોઇ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. માત્ર બે દિવસ પહેલા ભાજપમાં ગયેલા કાર્યકર્તાઓનો મોહભંગ થયો છે. તેઓ ફરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ડભોઇ કોંગ્રેસ કાર્યાલય વિશ્વેશ સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. વડોદરા જિલ્લા બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ ઠાકોર જયેશ મેલસીંગ (કરણેટ) પોતાના 25 સમર્થકો સાથે કોંગ્રેસમાં પરત ર્ફ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ કાર્યકર્તાઓ માત્ર બે દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. પરંતુ ટૂંકા સમયમાં જ ભાજપનો સાથ છોડી ફરી 'હાથ પકડયો છે. મહાનુભાવોની હાજરી આ પ્રવેશ કાર્યક્રમ વખતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા. જેમાં સુધીર બારોટ (તાલુકા કોંગ્રેસ પ્રમુખ),જુનેદ રાઠોડ (જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ),શાંતિલાલ અંબાલાલ પટેલ (વરિષ્ઠ આગેવાન)એ ભાજપને રામ-રામ કરીને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા રાજકારણમાં ચર્ચા જાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો