ડભોઇ તાલુકાના અકોટાદર બસ સ્ટેશન પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. છોટાઉદેપુરથી સૌરાષ્ટ્ર તરફ્ જઈ રહેલી એક ઓવરલોડ ઇકો કાર એકાએક રોડ સાઇડના ખાડામાં પલટી હતી. સદ્નસીબે કારમાં સવાર 7 લોકોને માત્ર સામાન્ય ઈજા થતાં તમામનો આબાદ બચાવ થયો હતો.


મળતી માહિતી મુજબ, આ ઘટના આજે વહેલી સવારે આશરે 6 વાગ્યાની આસપાસ બની હતી. છોટાઉદેપુર તરફ્થી આવી રહેલી ઇકો કાર અકોટાદર બસ સ્ટેશન નજીક પહોંચતા જ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. કાર ધડાકાભેર ખાડામાં ખાબકી હતી. વહેલી સવારે અકસ્માત થતાં જ માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ ઇકો કારમાં ફ્સાયેલા મુસાફ્રોને બહાર કાઢયા હતા. ઘટનાની જાણ કરાતા જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારમાં સવાર 7 લોકોને સામાન્ય ઈજા થઈ હોવાથી 108ના પેરામેડિકલ સ્ટાફ્ દ્વારા સ્થળ પર જ તેઓને પ્રાથમિક અને ટૂંકી સારવાર અપાઇ હતી. સારવાર બાદ તમામ મુસાફ્રોને રજા આપી દેવાઇ હતી. અને તેઓ અન્ય વાહન મારફ્તે આગળ રવાના થયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: