ડભોઇ તાલુકાના અંગુઠણ અને નારીયા ગામ વચ્ચે ચોમાસામાં પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા નાળાની ઊંચાઈ વધારવાનું પ્રશંસનીય કામ કરાયું હતું. નાળું ઊંચું કરીને તૈયાર કર્યાને ઘણો સમય વીત્યો હોવા છતાં કોન્ટ્રાક્ટર અધિકારીઓની બેદરકારીને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો પરેશાનીનો સામનો કરી રહ્યા છે


સામાન્ય રીતે સરકારી કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ઉતાવળે કામ પૂરું બતાવી દે છે. પરંતુ નાની-મોટી ખામીઓ એમ જ છોડી દેવાય છે. આવું જ કંઈક અહીં પણ જોવા મળ્યું છે નાળાનું મુખ્ય કામ તો પૂરું થઈ ગયું છે. પરંતુ તેની બંને સાઇડના એપ્રોચ રોડ પર માત્ર મોટી કપચી (મેટલ) નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે. લાંબા સમયથી આ કપચી પર ડામરનું સ્તર (ડામર રોડ) નહી બનાવાતા આખો વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે બંને તરફ્ મોટા પ્રમાણમાં વેરાયેલી ખુલ્લી કપચીને કારણે દ્વિચક્રી વાહનો સ્લિપ થઈ રહ્યા છે વાહનોને નુકસાન ભારે વાહનો પસાર થતી વખતે કપચી ઉડીને પાછળ આવતા વાહનો કે રાહદારીઓને વાગવાના કિસ્સા બને છે. વાહનોની ગતિ ધીમી પડી જતાં અહીં અવારનવાર નાનો-મોટો ટ્રાફિકજામ સર્જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: