ડભોઈ તાલુકાના પલાસવાડા સ્થિત રેલવે ફટક પર નવા બનનારા રેલવે ઓવરબ્રિજ (ROB) ની કામગીરી યુદ્ધના ધોરણે શરૂથતાં સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓમાં રાહત જોવા મળી રહી છે. વર્ષોથી ટ્રાફ્કિની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા આ માર્ગ પર બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધતાં ટૂંક સમયમાં ટ્રાફ્કિ જામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

પલાસવાડા રેલવે ફટક પરથી દિવસ દરમિયાન અવારનવાર ટ્રેનો પસાર થતી હોવાથી ફટક વારંવાર બંધ રાખવું પડતું હતું. આ કારણે ફટકની બંને તરફ્ 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી જતી હતી. વાહનચાલકો અને પ્રવાસીઓને કલાકો સુધી ટ્રાફ્કિમાં અટવાઈ રહેવું પડતું હતું. ઇમરજન્સી સેવાઓ તેમજ સ્થાનિક રોજિંદા મુસાફ્રોનો કિંમતી સમય વેડફતો હતો. આ માર્ગ માત્ર સ્થાનિક અવરજવર માટે જ નહીં, પરંતુ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે દેશ-વિદેશથી આવતા હજારો પ્રવાસીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. ઉપરાંત ચાણોદ, કરનાળી (કુબેર ભંડારી), પોઇચા (નીલકંઠધામ) જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. પક્ષી પ્રેમીઓ માટે જાણીતા વઢવાણા તળાવ તરફ્ જતાં પ્રવાસીઓ પણ આ જ રસ્તેથી પસાર થાય છે. લાંબા સમયની રજૂઆતો બાદ તંત્ર દ્વારા ઓવરબ્રિજની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ આ વિસ્તારમાં ટ્રાફ્કિ સમસ્યા ભૂતકાળ બની જશે અને પ્રવાસીઓની મુસાફ્રી વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે. કલાકોના ટ્રાફ્કિ જામમાંથી કાયમી છુટકારાની આશાએ વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.