ડભોઇ : ડભોઇ તાલુકાના મલ્હારપુરા ગામે આયુષ્યમાન કાર્ડ મફ્ત કેમ્પ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આયુષ્યમાન કાર્ડ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રૂા. 10 લાખ સુધીની આરોગ્ય સારવાર માટે સહાય મળે છે. કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. જેઓની આરોગ્યની તપાસ કરી શારીરિક અને આયુષ્યમાન કાર્ડના લાભ વિશે માર્ગદર્શન અપાયું હતું. જે પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મનોજ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે રજાના દિવસે પણ સરકારી મેડિકલ સ્ટાફ્ દ્વારા કેમ્પમાં ગ્રામજનોની સેવા કરાઇ હતી.
