ડભોઇ પંથકના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા જુવારની ખરીદીનો જથ્થો હેકટર દીઠ લેવાતો હોય ડભોઇ એપીએમસી ખાતે વિસ્તારના ખેડૂતોએ એક દિવસીય ધરણા યોજી રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્ર સુપ્રત કરી વહેલી તકે ન્યાય મળે તેવી માગ કરી છે.
તાજેતરમાં જ ગુજરાત સરકારના નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ દ્વારા ખેડૂતો પાસેથી જુવારની ખરીદી હેક્ટર દીઠ કરવાનો ચાલુ કર્યો હતો. આ સરકારનો નિર્ણય ખેડૂત વિરોધી હોય ડબલ પંથકના ખેડૂતોએ આજે એપીએમસી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ એક દિવસે ધરણાં યોજી સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે અગાઉ ઠરાવ ક્રમાંક FCSCADMIS/EFILE-5/ 20 25 /1 466/C સિચવાલય ગાંધીનગર દ્વારા પ્રત્યેક ખેડૂત દીઠ 1000 કિ.ગ્રા.નો જથ્થો ખરીદવા તા.1-6-26ના રોજ હુકમ કરેલ હતો. જેનો વિરોધ થતાં નવો સુધારો ખાતા દીઠ 1700 કિલો ખરીદવાનો ઠરાવ સરકાર દ્વારા કરાયો હતો. પરંતુ આ ઠરાવો પણ ખેડૂતોની કમર તોડતો હોવાનું પુરવાર થયો છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે, અગાઉ પ્રતિ હેક્ટરએ 1850 નો જથ્થો ખરીદવા માટે હુકમ કર્યો હતો. તે જ આધારે ફરી શરૂ કરવા ખેડૂતોએ માગ કરી છે. અગાઉ પુરવઠા દ્વારા 1થી 30 તારીખ સુધી હેક્ટર દીઠ 1850 કિ.ગ્રા ખરીદી કરાઇ છે.










