ડભોઇ : શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ડભોઇ ખાતે પૌરાણિક બદ્રીનારાયણ મંદિરમાં 1008 સ્વામી સુદર્શના ચાર્યજીની અધ્યક્ષતામાં હિંડોળા મહોત્સવ અંતર્ગત ગુરુવારે શ્રાવણ ભાદોનો દિવ્ય હિંડોળા મનોરથ યોજાયો હતો. શ્રી ઠાકોરજીને વિવિધ હિંડોળામાં અલૌકિક શણગાર કરાયો હતો. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લીલા શાકભાજી, ઈંગ્લિશ ફૂલો, અસોપાલવ, ગૌવ ચરણ પાન-સોપારી, ચાંદીનો હિડોળો ચોકલેટ હિંડોળો સહિતની વિવિધ સામગ્રીથી હિંડોળાની મનમોહક સજાવટ કરાઇ હતી.
