ડભોઇ તાલુકાના મોતીપુરા ગામ પાસે ખેડૂતોએ મહેનતથી પકવેલા ગોટાની આખી ગાડી ભરીને રોડની બાજુમાં ખાડામાં ફેંકી દેવાની ફરજ પડી છે. તાજેતરમાં તહેવારમાં જે ગલગોટાના ફૂલ બજારમાં રૂા.150 પ્રતિ કિલો કે, તેથી વધુના ઊંચા ભાવે વેચાતા હતા. તેના ભાવમાં અચાનક મોટો કડાકો બોલ્યો છે. હાલમાં શિયાળો શરૂ થતાં બજારમાં ફૂલોની આવક વધી છે. જેની સામે ભાવ ગગડીને માત્ર રૂા.8થી રૂા.10 સુધી નીચા આવ્યા છે. હાલ માર્કેટમાં જે ભાવ મળે છે. તેમાં ફૂલ ઉતારવાની મજૂરી અને માર્કેટ સુધી લઈ જવા માટેનું વાહન ભાડું પણ નીકળી શકે તેમ નથી. આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા અને મહેનતનું યોગ્ય વળતર ન મળતા ડભોઇ તાલુકાના મોતીપુરા ગામ પાસે ખેડૂતોએ રોષ અને લાચારી સાથે પોતાનો તમામ માલ રસ્તા પર ફેંકી દીધો હતો.
