સ્ટેચ્યુ ઓફ્ યુનિટી (એકતાનગર)ને જોડતો ડભોઇ-વડોદરા રોડ પરના પલાસવાડા રેલવે ફટક પાસે વળાંક અને ડાયવર્ઝનના કારણે ગંભીર અકસ્માતો થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ મામલે ડભોઇ પોલીસ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી માર્ગ અને મકાન વિભાગ, ડભોઇને લેખિત પત્ર પાઠવી તાકીદે પગલાં લેવા રજૂઆત કરાઈ છે.

ડભોના પલાસવાડા રેલવે ફટક પર ઓવરબ્રિજ (પુલ) બનાવવાની કામગીરી છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા હાઇવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પુલની કામગીરી ચાલુ હોવાથી રોડની બંને તરફ્ સિમેન્ટના મોટા બ્લોક મૂકીને બે લેન બનાવવામાં આવી છે. ડભોઇથી વડોદરા તરફ્ જતી લેન પર રોડ ડિવાઇડરનો કેટલોક ભાગ તોડીને ટ્રાફ્કિને જમણી તરફ્ વાળવામાં આવ્યો છે, સૌથી મોટું જોખમ ડાયવર્ઝન આવે તે પહેલાં જ રોડ પર એક ખતરનાક વળાંક છે, આ વળાંકના કારણે વાહન ચાલકોને આગળ આપેલું ડાયવર્ઝન દૂરથી દેખાતું નથી.