ડભોઇ શહેરના ચૌરે-ચૌટે નાના-કડક-ઘેરા કે કાળા રંગના હલકી કક્ષાના (સેકન્ડગ્રેડ કે રિજેક્ટેડ) અંજીર રૂા.600ના ભાવે 1 કિલો મળે છે. સામાન્ય રીતે સારી ક્વોલિટીના અંજીર રૂા.900થી 1400 સુધી મળે છે. જે અંતરંગ કારણોમાં અફ્ઘાનિસ્તાનના કંદહાર, હેલમંદ ઉરુઝગાન, ફરાહ, હેરાત સહિતના વિસ્તારમાં ક્લાઈમેટ ચેઈન્જને પગલે કૃષિક્ષેત્રે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. ડભોઇ શહેરભરમાં ઠેર-ઠેર અંજીરનો વેપલો કરવા ટેમ્પો સહિતના વાહનો ખડકાયા છે. રાજસ્થાનથી આવેલા આ વેપારીઓ દ્વારા અંજીરને વેચવાની જાહેરાત કરાય છે. પણ ખરેખર કયું કારણ છે તે હજી બહાર આવ્યું નથી. આ વર્ષે અફ્ઘાનિસ્તાનમાં અનેકવિધ કારણોસર ક્રોપ બગડી જતા સેકન્ડ ક્વોલિટી કે રિજેક્ટેડ જથ્થો વેચવા હાટડીઓ મંડાઈ છે. રસ્તાના કિનારે વેચાતા અંજીર પાતળા, લાલ ડાઘાવાળા કડક હોય છે. આવા અંજીર હોલસેલરો રૂા.400થી 450ના ભાવે ફેરિયાઓને વેંચે છે. જે શહેરભરમાં રૂા.600ના ભાવે વેચાય છે. જ્યારે, બીજીબાજુ એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ડભોઇમાં ઠેર-ઠેર અંજીરનો વેપલો કરવા ટેમ્પો સહિતના વાહનો ખડકાયા છે. અફ્ઘાનિસ્તાનથી દરવર્ષે ભારતમાં 10 કિલોનું એક એવા 15થી20 લાખ બોક્સ અંજીર ઠલવાય છે. જે દિલ્હીમાં ગુણવત્તા મુજબ સોટિંગ-ગ્રેડિંગ કરી દેશભરના વિવિધ વિસ્તારમાં ક્વોલિટી મુજબ ભાવ નક્કી કરી વેચાવા અર્થે મોકલાવાય છે. અંજીરનો ટનબંધ નવો ક્રોપ ઠલવાતા નિમ્નસ્તરનો જૂનો સ્ટોક કાઢી નાંખવાની નોબત સર્જાતા ઓછા ભાવે વેચી દેવામાં આવે છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, અંજીરના ફ્ળ પાકતી વખતે વૃક્ષને પુરતા પ્રમાણમાં ભેજ જરૂરી હોય છે. અલબત્ત, આ વર્ષે વૃક્ષ પર ફ્ળ સૂકાઈ જવાનો કે ખરી પડવાનો સિલસિલો જારી રહ્યો હતો.
