ડભોઇ : 80માં સ્વતંત્રતા દિને ડભોઇ કોમર્સ કોલેજ ખાતે પ્રમુખ શશીકાંત પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. ડભોઇ નગરપાલિકા પટાંગણમાં પ્રમુખ પુષ્પાબેન રાવલ દ્વારા ધ્વજ વંદન કરાયું હતું. જે પ્રસંગે પાલિકા સભ્યો સહિત ચીફ્ ઓફ્સિર જયકિસન તડવી મેનેજર મહેશ પરમાર ઉપસ્થિતિ રહ્યાં હતા. તાલુકા પંચાયત કચરી અને ડભોઇ સિવિલ કોર્ટ ખાતે જજ ગંગાદત્ત શર્મા તથા જજ આર જે પરમાર અને બાર એસો.ના પ્રમુખ આરીફ્ મકરાણી વિગેરે વકીલ મંડળ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. શહેર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ શાળાઓ વગેરે 80માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઇ હતી. જે પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, આજનો દિવસ દેશની આઝાદી માટે લડનારા શહીદ વીરોને યાદ કરવાનો દિવસ છે. તેઓએ આપેલી કુરબાનીઓને આપણે વિસારી શકીએ નહીં.
