ડભોઇ : ડભોઇ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રામ દ્વારા યોજાતી કાવડયાત્રાનો અમાસની રાત્રે પ્રારંભ કરાયો હતો. જે ચાંદોદથી નર્મદાના પવિત્ર જળ ભરી ડભોઇ પરત ફરી હતી. જેનું શિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સ્વાગત કરાયું હતું. યાત્રામાં કરનાળી કુબેર મંદિરના મહંત દિનેશગીરી મહારાજ પણ જોડાયા હતા. શિવભક્તોએ કાવડયાત્રામાં હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ગજવ્યું હતું. જે બાદ વાઘનાથ મહાદેવ, કુબેરેશ્વર મહાદેવ તથા પંચેશ્વર મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં નર્મદાનો જળાભિષેક કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો