21

ડભોઇ બાર એસોસિયેશનના વકીલોએ ગુજરાત રાજ્ય રેન્ટ એક્ટ સામે ઠરાવ પસાર કરી કાયદો પાછો ખેંચવાની માંગ કરી.

ડભોઈ રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત રેન્ટ એક્ટ 2026 સામે સમગ્ર રાજ્યમાં વકીલોનો રોષ જોવા મળે છે. જેના ભાગરૂપે ડભોઈ બાર એસો.ના તમામ વકીલો એકત્રિત થયા હતા. અને આ કાયદાના વિરોધમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો. બાર એસોસિયેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અગાઉ ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ જન્મ-મરણ અધિનિયમ હેઠળના કેસોની સત્તા રેવન્યુ ઓથોરિટીને સોંપાઇ હતી. જેના પરિણામો આજે પણ શૂન્ય છે. કોઈ પણ કામગીરી ઝડપી થતી નથી. જન્મ-મરણના દાખલાઓની પ્રક્રિયામાં પણ વારંવાર પરિપત્રો બદલાતા નાગરિકોના વર્ષો વેડફાય છે. જો આ નવો રેન્ટ એક્ટ પણ લાગુ કરાશે, તો પક્ષકારો અને જનતાની સ્થિતિ અત્યંત કફોડી બનશે. અને તેમનાં વર્ષો બરબાદ થશે.? બાર કાઉન્સિલ ઓફ્ ગુજરાતની સૂચનાને ધ્યાને રાખીને સમગ્ર ગુજરાતના વકીલ મંડળો સાથે જોડાઈને ડભોઈ બાર એસોસિયેશને પ્રમુખ આરીફ્ મકરાણી વકીલ અનુજ બારોટ, નિલેશ બારોટ, લાલજી પટેલ, કનુભાઈ ભાવસાર, મોહસીન મન્સૂરી રાજેશ વસાવાએ એક્ટ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો