ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આજે 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. ત્યારે રવિવારે ડભોઇ શહેરના મુખ્ય બજારોમાં ભીડ જોવા મળી હતી. નગર સહિત આસપાસના 119 ગામના વાલી અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક સાધન-સામગ્રીની ખરીદી કરવા ઊમટયા હતા.
ડભોઇના મુખ્ય ટાવર બજાર, લાલ બજાર, સ્ટેશન રોડ, એસટી ડેપો અને કંસારા બજારમાં પાઠયપુસ્તકો, નોટબુક, ફૂલસ્કેપ બુક, દફ્તર અને સ્કૂલ યુનિફોર્મ ખરીદવા ભારે ધસારો રહ્યો હતો. યુનિફોર્મ માટે તૈયાર કપડાં ખરીદવા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.










