ડભોઇના રેલવે ગોદી વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરકાયદે બનાવેલા સિમેન્ટના બમ્પર અને દબાણોના કારણે પાણી ભરાવાની સમસ્યા અંગે પ્રસિદ્ધ થયેલા 'સંદેશ' દૈનિકના અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી છે. અહેવાલ બાદ ડભોઇ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
નગરપાલિકાની ટીમે જાહેર માર્ગ પર બનાવેલા ગેરકાયદે સિમેન્ટના બમ્પર/અવરોધને દૂર કરવાની કામગીરી કરી હતી. સાથે જ રોડની બાજુમાં કેટલાક દબાણો પણ દૂર કરાયા હતા. બમ્પર અને દબાણોને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાની સ્થાનિક રહીશોની ફ્રિયાદ બાદ નગરપાલિકાએ તાત્કાલિક કામગીરી હાથ ધરતા રહીશોમાં રાહત જોવા મળી છે. સ્થાનિકોએ સમસ્યાને 'સંદેશ' દૈનિકમાં અહેવાલના માધ્યમથી ઉજાગર કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
