માર્ગ અકસ્માતોના પ્રમાણને નિયંત્રિત કરવા અને વાહનચાલકોમાં ટ્રાફ્કિ નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે ડભોઈની વ્યસ્ત ગણાતી શિનોર ચોકડી ખાતે પોલીસ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઇના પી.આઈ. એ.ટી. પટેલના સીધા માર્ગદર્શનમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું.
આ વિશેષ ઝુંબેશ દરમિયાન શિનોર ચોકડી પરથી પસાર થતાં તમામ નાના-મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરાઇ હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોના જરૂરી દસ્તાવેજો (જેવા કે લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વીમો), ટ્રાફ્કિ નિયમોનું પાલન તેમજ વાહનોની કાયદેસરની સ્થિતિ ચકાસણી કરાઇ હતી. પોલીસે ખાસ કરીને કાળા કાચ (ટીન્ટેડ ગ્લાસ) ધરાવતી ફેર-વ્હીલર ગાડીઓ સામે કડક ઝુંબેશ ચલાવી હતી. અને સ્થળ પર જ કાળા કાચની ફ્લ્મિ દૂર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 3 મોટરસાઇકલ સ્થળ પર જ ડિટેઈન કરાઇ હતી. ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનારા 5થી વધુ બાઈક ચાલકો સામે દંડ વસૂલવાની કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. જેને પગલે ફફડાટ ફેલાયો હતો.










