વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ અને લાભપાંચમના મંગલમય પર્વ નિમિત્તે ઐતિહાસિક દર્ભાવતી નગરી (ડભોઇ)ના ધારાસભ્ય શૈલેષ મહેતાના નિવાસસ્થાને સ્નેહમિલન અને શુભેચ્છા મુલાકાતનું આયોજન કરાયું હતું. જે અવસરે ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના વિનોદ સોલંકીનું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સન્માન કરી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવાઇ હતી. જે પ્રસંગે ડભોઇના સુપ્રસિદ્ધ ટેકરીવાળા હનુમાનદાદા મંદિરના મહંત પૂ. પ્રશાંત મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આશા વ્યક્ત કરી હતી કે નવું વર્ષ ડભોઇ વિધાનસભા વિસ્તાર માટે વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું બની રહે. સાથે સમગ્ર વિસ્તારના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અન ડભોઇ વિધાનસભાના નાગરિકોના ઉત્તમ આરોગ્ય જળવાઈ રહે તેવી શુભકામના પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો