ડભોઈ પવિત્ર દશામાના વ્રતની પૂર્ણાહુતિ અને મૂર્તિ વિસર્જન આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ડભોઈ નગરમાં વિસર્જન પર્વને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરાઇ છે.
ડભોઈ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર જયકિશન તડવીની એક વિશેષ અને સરાહનીય પહેલ હેઠળ નગરપાલિકા દ્વારા ભક્તો માટે ખાસ આયોજન હાથ ધરાયું છે. આ વર્ષે અલગથી કોઈ કૃત્રિમ તળાવ બનાવાયું ન હોવાથી, ડભોઈના મધ્યે ઐતિહાસિક શાકમાર્કેટ તળાવ ખાતે જ દશામાની મૂર્તિના વિસર્જન માટેની તમામ વ્યવસ્થા કરાઇ છે. ભક્તોની આસ્થા અને પર્યાવરણ બંને જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું છે શ્રાદ્ધાળુઓની સુવિધા માટે નગરપાલિકા દ્વારા તળાવ પરિસર અને આસપાસના તમામ રસ્તા પર સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું છે. સાંજ અને રાત્રિના સમયે વિસર્જન માટે આવતા ભક્તોને કોઈ તકલીફ્ ન પડે તે માટે તળાવના ઘાટ અને મુખ્ય માર્ગો પર પૂરતી ફ્લડ લાઇટ્સ તથા વિશેષ રોશની કરાઇ છે. તર્પાળ અને સુરક્ષા બેરિકેડિંગ ઘાટ પાસે લપસણ ન થાય અને કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી તરવૈયા અને સ્ટાફ્ની તૈનાતી વિસર્જન દરમિયાન અણધારી ઘટના નિવારવા સુરક્ષા વ્યવસ્થા અને પાલિકાના કર્મચારીઓની ટીમ ખડેપગે રહેશે. ચીફ્ ઓફ્સિર જયકિશન તડવી પોતે સમગ્ર સ્થળની મુલાકાત લઈને કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યાં છે.
