ડભોઈ : ડભોઈના એસ.ટી. ડેપો પરિસરમાં મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા માટે અને સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે મૂકવામાં આવેલી તમામ ડસ્ટબિન (કચરાપેટીઓ) અચાનક ગાયબ થઈ જતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, દૈનિક હજારો મુસાફરો અને 200થી વધુ બસોની અવરજવર છતાં ડસ્ટબીન ગાયબ થતાં મુસાફરો જાહેરમાં જ કચરો ફેંકી દેતાં નજરે પડે છે.
