ડભોઇ : ડભોઇ નગરપાલિકા દ્વારા બેંકમાં PM સ્વનિધિડે ઉજવાયો હતો.PM સ્વનિધિ યોજના (PM SVANidhi) એ રસ્તા પર લારી-ગલ્લા, ફેરિયા તથા નાના વેપારીઓને સરળ શરતો પર કામકાજ માટે લોન અને ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહન આપતી કેન્દ્ર સરકારની યોજના છે. જેમાં પ્રથમ તબક્કે સામાન્ય રીતે રૂા.15,000 સુધી ત્યારબાદ સમયસર ચુકવણી કરનારને આગળના તબક્કામાં વધુ લોન મર્યાદા મળી શકે છે.નગરપાલિકા દ્વારા ડભોઇ નગરની તમામ બેંક સહીત SBI ખાતે યોજનાના મેનેજર મહેશ પરમાર તથા પ્રવીણ બારીયા બેંકો ખાતે ઉપસ્થિત રહી યોજનાનો લાભ વધુમાં વધુ ફેરિયાઓને આપવા જરૂરી કામગીરી કરાઇ હતી.
