ડભોઇ : ડભોઇ સેવા સદન સંકુલથી બિલકુલ નજીકમાં રોડ પર મોટો ખાડો જોવા મળી રહ્યો છે, આ ખાડાથી માત્ર 100 મીટરના અંતરે જ માર્ગ અને મકાન વિભાગની ઓફ્સિ આવેલી છે, આ રોડ પરથી દિવસ-રાત સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, રાત્રે અંધારામાં આ ખાડાના કારણે વાહનચાલકો અટવાઈ જાય છે અને અકસ્માતનો ભોગ પણ બને છે. અવારનવાર વાહનો સ્લિપ થવાના બનાવો પણ બની રહ્યા છે. આ ખાડાને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ તંત્ર જાણે ઘોર નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વહેલીતકે ખાડાની મરામત કરાવવા માગ કરાઈ છે.

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ









