ડભોઇ શહેરમાં પણ ગરમીનો પારો દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યો છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અત્યારથી જ ટોપી, ચશ્મા અને રૂમાલ જેવા સાધનોનો સહારો લઈ રહ્યા છે. જોકે, આ વર્ષે મોંઘવારી અને આર્થિક મંદીની અસર સીધી બજાર પર જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છેવધતા ભાવ અને ઘટતી ઘરાકી સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં ચશ્મા, ટોપી અને કોટન રૂમાલની ભારે માંગ જોવા મળતી હોય છે. ગરમીથી આંખોના રક્ષણ માટે ચશ્મા અને માથાના રક્ષણ માટે ટોપીની ખરીદી દર વર્ષે તેજ રહેતી હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દરેક વસ્તુમાં અંદાજે 20 ટકાનો વધારો નોંધાયો છેવેચાણમાં ઘટાડોઃ ભાવ વધારા અને આર્થિક મંદીના કારણે ગ્રાહકોની ભીડ બજારમાં ઓછી જોવા મળી રહી છે. ઉનાળો જામી ગયો હોવા છતાં દર વર્ષ જેવી રોનક બજારમાં દેખાતી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો