ડભોઇથી SOUતરફ્ જતા ડભોઇના સરિતા ફાટકથી ચોતરીયા પીર સુધીના મુખ્ય માર્ગ પર સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા લગાડવામાં આવેલી રેડિયમ પટ્ટીઓની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લાલિયાવાડી થઈ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને ઉતાવળે લગાડવામાં આવેલી આ કાળી-સફેદ રેડિયમ પટ્ટીઓ અત્યારથી જ ઉખડીને નીકળી ગઈ છે, જ્યારે કેટલીક જગ્યાએ તો કોન્ટ્રાક્ટર પટ્ટીઓ લગાવવાનું જ 'ભૂલી' ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે 200 મીટરના અંતરે જ કચેરી, છતાં અધિકારીઓ અજાણ આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડભોઇ સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓની કચેરી આ માર્ગથી માત્ર 200 મીટરના અંતરે જ આવેલી છે. આટલી નજીક ઓફ્સિ હોવા છતાં અધિકારીઓ સ્થળ પર જઈને કામગીરીની ગુણવત્તા તપાસવાની તસ્દી લેતા નથી. સ્થાનિકોમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે અધિકારીઓ માત્ર એસી ઓફ્સિમાં બેસીને જ ઓર્ડરો ચલાવે છે અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે આંખ આડા કાન કરી રહ્યા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકા વાહનચાલકોની સુરક્ષા માટે લગાડવામાં આવતી આ રેડિયમ પટ્ટીઓ અત્યંત તકલાદી ગુણવત્તાની હોવાથી ટૂંક સમયમાં જ ઉખડી ગઈ છે, તેમજ અનેક મહત્વના સ્થળોએ પટ્ટીઓ લગાવવાનું જ છોડી દેવાયું છે. તેમ છતાં સ્ટેટ હાઇવેના જવાબદાર અધિકારીઓએ મૌન સેવી લીધું છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મોટી મિલીભગત હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડયુંછે જો આ કામગીરીની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તો મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં ભરે છે કે પછી પોતાના જ વિભાગના અધિકારીઓની સંડોવણી છુપાવવા માટે સમગ્ર મામલા પર પડદો પાડી દેવામાં આવે છે.
