ડભોઇ : આજરોજ ડભોઇ નાંદોદી ભાગોળ પોલીસ ચોકી પાછળ સ્થિત હરિહર આશ્રામના મહંત પૂ. વિજયજી મહારાજની અધ્યક્ષતામાં રામચરિત માનસ પાઠ યોજાયા હતા. દર વર્ષે પવીત્ર શ્રાવણ માસમાં તેનું આયોજન હરિહર આશ્રામ ખાતે કરાય છે. મહંત વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન શિવને રીઝવવા શ્રીરામની કથા કરવી ખૂબ જરૂરી છે. આજરોજ હરિહર આશ્રામ ખાતે રાખેલ અખંડ પાઠ સતત 27 કલાક સુધી ચાલશે. આ રામચરિત માનસ પાથ જગત કલ્યાણ, પરિવારમાં સુખ શાંતિ, દેશમાંથી તમામ પ્રકારના ભેદભાવ દૂર થાય, લોકો પ્રેમભાવથી રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષે આ કથાનું આયોજન કરાય છે. અને નવનાથ કાવડ યાત્રા બાદ ભંડારો યોજાય છે. જે પ્રસંગે સમગ્ર ડભોઇ તાલુકામાંથી મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ આશ્રામ ખાતે ઉપસ્થિત રહે છે.
