ડભોઇથી વિશ્વ પ્રસિદ્ધ પક્ષી અભયારણ્ય વઢવાણા તરફ્ જતા મુખ્ય માર્ગ પર કુકડ અને કુકડ વસાહત વિસ્તારમાં નાના-મોટા કુદરતી તળાવો આવેલા છે. દર વર્ષે શિયાળામાં આ તળાવોમાં ખીલતા કેસરી, સફેદ અને અન્ય રંગબેરંગી કમળ પ્રવાસી માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બને છે. આ વર્ષે ઓછા વરસાદને તળાવોમાં પાણીનું સ્તર ઘટતાં કમળના ફૂલોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જેનાથી પ્રકૃતિપ્રેમી અને સહેલાણીમાં નિરાશા વ્યાપી છે. શિયાળામાં સહેલાણી માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હતા. આ વર્ષે શિયાળાની શરૂઆત થતા જ વઢવાણા પક્ષી અભયારણ્ય ખાતે વિદેશી યાયાવર પક્ષીઓને નિહાળવા માટે દેશ-વિદેશથી હજારો પર્યટકો ઊમટી પડે છે. વઢવાણા જતા રસ્તામાં જ કુકડ અને કુકડ વસાહતના આ તળાવોમાં ખીલેલા લાલ, કેસરી અને સફેદ કમળનો અદભૂત નજારો જોઈને પ્રવાસી અહીં અચૂક રોકાઇને ફોટોગ્રાફીની મજા માણતા હતા. પરંતુ આ વર્ષે અપૂરતા વરસાદને કારણે તળાવોમાં પૂરતું પાણી ન ભરાતા ગણતરીની જગ્યાએ જ કમળ જોવા મળે છે. વઢવાણાની સાથે આ તળાવોના વિકાસની તાતી જરૂરિયાત સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે જો તંત્ર દ્વારા વઢવાણા પક્ષી અભયારણ્યના વિકાસની સાથે સાથે ડભોઇ-વઢવાણા રોડ પર આવેલા આ નાના-મોટા તળાવોને પણ ઊંડા ઉતારીને તેમાં નર્મદા કેનાલ મારફ્તે બારેમાસ પાણી ભરવાની વ્યવસ્થા કરાય તો અહીં કુદરતી સૌંદર્ય વધુ ખીલી શકે તેમ છે. જો આ તળાવોનો યોગ્ય વિકાસ અને જાળવણી કરવામાં આવે, તો વઢવાણા આવતા દેશ-વિદેશના સહેલાણીઓને પક્ષી દર્શનની સાથે સાથે રંગબેરંગી કમળોથી ભરેલા તળાવોનો એક વધુ સુંદર અને મનમોહક નજારો જોવા મળી શકે છે.
