ડભોઇ નગરમાં વર્ષો જૂની ગૌરવશાળી પરંપરા ધરાવતી ડભોઇ સાર્વજનિક વ્યાયામશાળા હાલ તંત્ર અને સંબંધિત સત્તાધીશોની ઘોર ઉપેક્ષાને કારણે કચરાના ઢગલા અને દારૂ પોટલીઓ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. એક સમયે જ્યાં નગરના સેંકડો યુવાનો વ્યાયામ, કુસ્તી અને શારીરિક કસરતો કરી તંદુરસ્તી કેળવતા હતા, તે પવિત્ર સ્થળ આજે જાળવણીના અભાવે ખંડેર જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. ઐતિહાસિક તકતી ધરાવતી ઇમારત બિસ્માર ઇમારતના પ્રવેશદ્વાર પર લાગેલી જૂની તકતી અનુસાર, સ્વ. મગનલાલ મોતીલાલ કોન્ટ્રાક્ટર ની સ્મૃતિ તથા દાન સાથે જોડાયેલી આ સાર્વજનિક વ્યાયામશાળા દાયકાઓ જૂનો ઇતિહાસ ધરાવે છે. વિક્રમ સંવત 1900ના સમયગાળાની સાક્ષી પૂરતી આ ઐતિહાસિક ઇમારતની દીવાલો અને પ્રવેશ કમાન પરથી પોપડા ઉખડી ગયા છે અને ઇંટો બહાર આવી ગઈ છે. યોગ્ય સારસંભાળ અને મરામતના અભાવે આ ઐતિહાસિક ધરોહર કાળની થપાટો સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહી છે.સ્થાનિક રમતપ્રેમીઓ અને વડીલોમાં રોષ નગરના વડીલો અને રમતપ્રેમીઓના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં ડભોઇની આ વ્યાયામશાળામાંથી અનેક યુવાનો તાલીમ મેળવી શારીરિક રીતે સક્ષમ બન્યા હતા અને નગરનું નામ રોશન કર્યું હતું. દેશી કસરતો, મલ્લવિદ્યા અને અખાડા સંસ્કૃતિને જીવંત રાખતું આ કેન્દ્ર સમય જતાં બંધ જેવી સ્થિતિમાં મુકાઈ ગયું. આજે આ ઇમારતની દુર્દશા જોઈને નગરજનોમાં ભારે દુઃખ અને રોષની લાગણી જોવા મળી રહી છે. જીર્ણોદ્ધાર કરી યુવાધન માટે પુનઃ શરૂ કરવા માંગ આજના ડિજિટલ યુગમાં જ્યારે યુવાનોમાં શારીરિક સ્વાસ્થ્ય અને ફ્ટિનેસનું મહત્વ વધ્યું છે, ત્યારે ડભોઇ નગરપાલિકા, વહીવટી તંત્ર અથવા સ્થાનિક અગ્રણીઓ આગળ આવીને આ ઐતિહાસિક ક્કસાર્વજનિક વ્યાયામશાળાક્રનું સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠી છે. આ ઐતિહાસિક વારસાનું જતન કરી તેને આધુનિક સાધનો સાથે પનુ જીવંત કરવામાં આવે તો સ્થાનિક યુવાનોને કસરત અને રમતગમત માટે ઉત્તમ પ્લેટફોર્મ મળી શકે તેમ છે. હવે તંત્ર આ ઐતિહાસિક ઇમારત પ્રત્યે ક્યારે ધ્યાન આપે છે તે જોવું રહ્યું.
