ડભોઇ : ડભોઇ રેલવે સ્ટેશનના બહારના ભાગે બનાવેલો નવો મુખ્ય ગેટ હાલ વાહન ચાલકો અને મુસાફ્રો માટે આશીર્વાદને બદલે આફ્ત સમાન બન્યો છે. મુખ્ય ગેટની બિલકુલ બાજુમાં આવેલી ઊંચી દીવાલને કારણે સ્ટેશનમાંથી બહાર નીકળતા વાહનચાલકોને રોડની ડાબી કે જમણી બાજુથી આવતા અન્ય વાહનો બિલકુલ દેખાતા નથી. આ બ્લાઈન્ડ સ્પોટને કારણે અચાનક વાહનો સામસામે આવે છે. ગેટની આસપાસ કે મુખ્ય રોડ પર વાહનોની ગતિ ધીમી પાડવા માટે કોઈ સ્પીડ બ્રેકર મૂકાયા નથી. જેના કારણે વાહનો પૂરપાટ ઝડપે નીકળે છે. અને સ્ટેશનમાંથી બહાર નીકળતા વાહનો સાથે ભટકાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો