ડભોઈ નગરમાં નાંદોદી ભાગોળ પાસે સુપ્રસિદ્ધ અને પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિસભર વાતાવરણમાં વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરાયું હતું.

મંદિરના જીર્ણોદ્ધાર (રીનોવેશન)ના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેમજ પવિત્ર શ્રાવણ માસના રૂડા અવસરે 14મા પાટોત્સવ તથા હોમાત્મક મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું. સમગ્ર ધાર્મિક મહોત્સવ દરમિયાન મંદિર પરિસર વેદોક્ત મંત્રોચ્ચાર, શંખનાદ અને હર હર મહાદેવના જયઘોષથી ગૂંજી ઊઠયું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર ભૂદેવો દ્વારા હોમાત્મક મહાયજ્ઞ સંપન્ન કરાયો હતો.

જેમાં યજમાનોએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી શ્રાવણ માસ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓએ ઉપસ્થિત રહી મહાયજ્ઞના દર્શન તેમજ મહાદેવની વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો