ડભોઇ પંથકના ખેડૂતો અવારનવાર નર્મદા નિગમના અધિકારીઓની જોહુકમીનો ભોગ બને છે. આ બાબતે કેટલાય સમયથી કેનાલોની ખસ્તા હાલત બાબતોની ફરીયાદ કરેલ હતી. તેનું સમયસર નિરાકરણ લાવવાને બદલે હવે માથે વરસાદ બેઠો છે. ત્યારે કામગીરી શરૂા કરાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્તારમાંથી પસાર થતી પોર મેઇન બ્રાન્ચ કેનાલની મરામત્ત માટે મહિના પહેલાથી કોન્ટ્રાકટર દ્વારા સિમેન્ટ કોંક્રિટના પ્લાન્ટ સહિતની કામગીરી શરુ કરી દેવાયું હતું. પરંતુ અગમ્ય કારણોસર મરામત્તની કામગીરી શરુ કરેલ ન હતી. જે બાબતે પણ ખેડૂતો દ્વારા અધિકારીઓને વારંવાર વિનંતી કરેલ. ત્યારે જઇને હવે કામગીરી શરુ કરી છે. હવે વરસાદ માથે છે. કામગીરી ચાલુ કરી છે.










