ડભોઇ પાસે નર્મદા વિસ્થાપિતોની ઢાલનગર વસાહત ખાતે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સ્થાનિકો માટે નરક સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગટર લાઈનની કામગીરી કરવા આવેલા કોન્ટ્રાક્ટરોએ રસ્તાની આબેહૂબ વચ્ચેવચ્ચે જ ખોદકામ કરી ગટર લાઈન નાખતા આશરે 1 કિ.મી જેટલો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બિસ્માર અને ખલાસ થયો છે. આ મામલે આજે આક્રોશિત ગ્રામજનોએ ભેગા મળીને તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઉગ્ર રોષ સાથે વિરોધ દર્શાવ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાની હાલત એટલી વણસી છે કે રોજીંદા કામકાજ માટે બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. 108 એમ્બ્યુલન્સ પણ આવતી નથી. કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ ગામમાં આવવા ના પાડે છે. જેથી બીમાર વ્યક્તિઓ કે સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં મોટો જીવનું જોખમ ઊભું થાય છે. શાળાના બાળકો અને શિક્ષકો હેરાન શાળાએ જતા નાના બાળકો તથા શિક્ષકો પોતાના વાહનો દૂર મૂકીને પગપાળા ચાલવા મજબૂર બન્યા છે.

સરકાર નર્મદા વિસ્થાપિતોને પ્રાથમિક સુવિધા આપવા દાવા કરે છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. હાલ ચોમાસુ હોવાથી આ બિસ્માર રસ્તા પર ચારે તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. જેનાથી અકસ્માતોની હારમાળા સર્જાય છે. પૂરતી સુવિધાના અભાવે વિસ્થાપિતો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો