21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડભોઇ નગરપાલિકા અને ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલના બોક્સ ક્રિકેટ ગાઉન્ડમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


યોગ એક શારીરિક અને માનસિક તેમજ આધ્યાત્મિક અભ્યાસ છે જે નિયમિત પણે યોગ કરવાથી લોકો શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી સાથે જ વિશ્વભરમાં યોગને પ્રચલિત કર્યું છે. જેથી વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના દિવસે યોગ દિવસ તરીકે ઉજવણી દેશભરમા કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ડભોઇ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી. પટેલ, ચીફ્ ઓફ્સિર જયકીશન તડવી, મેનેજર મહેશ પરમાર, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, ડભોઇના તમામ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના કર્મચારી, નગર પાલિકાના કર્મચારી હાજર રહ્યા હતા. તમામ લોકો દ્વારા એકસાથે યોગાભ્યાસ કરાયો હતો. કાર્યક્રમમા ડભોઇ પોલીસ કર્મચારીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈ યોગ કરવા અંગેનો સંદેશો જાહેર જનતાએ આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: