ડભોઇ-શિનોર ચોકડી પર સતત સર્જાતા જીવલેણ અકસ્માતો અંગે 'સંદેશક્ર દૈનિક દ્વારા સતત અહેવાલો પ્રસિદ્ધ કરાયા બાદ આખરે માર્ગ અને મકાન (સ્ટેટ હાઇવે) વિભાગ સફાળું જાગ્યું છે. 'સંદેશક્ર દૈનિકનાં અહેવાલોની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા આ જોખમી ચોકડી પાસે સ્પીડ બ્રેકર (બમ્પર) બનાવવાની સાથે લાલ અને સફેદ રંગના રેડિયમ પટ્ટા (સ્ટ્રીપ્સ) લગાવવાની કામગીરી પૂર્ણ કરાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇ શિનોર ચોકડીએ અત્યંત વ્યસ્ત અને મહત્વનો જંક્શન માર્ગછે. અહીંથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી, રાજપીપળા તેમજ પવિત્ર યાત્રાધામ ચાંદોદ અને કરનાળી તરફ્ જતા વાહનોની દિવસ-રાત ભારે અવરજવર રહે છે. આ મુખ્ય ચોકડી પર યોગ્ય સુરક્ષા પગલાંના અભાવે અવારનવાર નાના-મોટા ગંભીર અકસ્માતો સર્જાતા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ સતત જોખમમાં મુકાતા હતા.
સ્થાનિક લોકોની વારંવારની રજૂઆતો છતાં સમસ્યા ઠેરની ઠેર રહેતા 'સંદેશક્ર દૈનિકમાં દ્વારા વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો. 'સંદેશક્ર દૈનિકમાં અહેવાલ બાદ હરકતમાં આવેલા સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરાવી હતી. ચોકડી તરફ્ આવતા વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે બમ્પર બનાવાયા છે. તેમજ રાત્રિ દરમિયાન વાહનચાલકોને ચોકડીનો અંદાજ આવે તે માટે રોડ પર સફેદ અને લાલ રંગના સ્પષ્ટ પટ્ટા દોરાયા છે. તંત્ર દ્વારા લેવાયેલા આ ત્વરિત પગલાંથી હવે અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. લાંબા સમયથી પડતર પ્રશ્નનું નિરાકરણ આવતા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે. અને જનતાનો અવાજ બનીને તંત્રને જગાડવા બદલ વાહન ચાલકોને સ્થાનિકોએ 'સંદેશક્ર દૈનિકનો આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો