દાહોદ પોલીસે ત્રણ અલગ અલગ સ્થળે છાપા મારી અને અફ્ણિ-ગાંજા સહિત નશા સહાયક સામગ્રી ઝડપી પાડી હતી. પોલીસે આ ત્રણ સ્થળેથી કુલ 4.15 લાખ ઉપરાંતનો ગાંજો, અફીણ અને નશા સહાયક સામગ્રી જપ્ત કરી ત્રણ વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.17મીના રોજ પોલીસે બાતમીના આધારે દાહોદ શહેરના યશ માર્કેટ સામે અબ્બાસ (ગુલજીમ) કોમ્પલેક્ષ ભોઈવાડા જુના વણકરવાસમાં રહેતાં મોહમ્મદ ઈકરામ ઉર્ફે નાઝીમ ઉસ્માન અરબના મકાનમાં ઓચિંતો છાપો મારી પ્રવાહી અફીણનો કુલ 71.97 ગ્રામ રૂા.35,985નો જથ્થો સાથે તેને ઝડપી પાડી પાડયો હતો. જ્યારે દાહોદના નસીરપુર ગામે ગોધરા ઈન્દોર હાઈવે પર નાકાબંધી કરી વાહનોની તલાસી હાથ ધરતાં એક કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તેના ચાલક અનવર હુસેન ઉર્ફે ઝંડુ અલ્લાનુર લખારાની પુછપરછ કરી કારના તલાસી લેતાં તેમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો 2.610 કિલો ગ્રામ રૂા.1,30,500નો જથ્થો અને કાર મળી પોલીસે કુલ રૂા.2,33,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દાહોદ શહેરના સ્ટેશન રોડ, દર્પણ ટોકીઝ રોડ ખાતે આવેલ મારવાડી ચાલમાં રહેતાં ચેતન મહેશ વર્માના મકાનમાં પોલીસે છાપો મારી મેરીજુઆના, હેરિશનો 1.141 કિલો ગ્રામ રૂા.57,050ના જથ્થો જપ્ત કરી તેની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










