સંજેલી તાલુકાના કરંબા ગામે આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણ ઉત્સવની ઉજવણી કરાઇ હતી. જે પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, તાલુકા સભ્ય જગદીશ પરમાર, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રુચિતા રાજ, ઈન. સીડીપીઓ મણીબેન, તાલુકા સભ્યો, સરપંચો, આગેવાનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં કિશોરીઓને સંતુલિત આહાર, પોષણનું મહત્વ, સ્વાસ્થ્ય, વ્યક્તિગત સ્વચ્છતા તેમજ કિશોરાવસ્થામાં યોગ્ય પોષણ અંગે માહિતી અને માર્ગદર્શન અપાયું હતુ. અમારી આંગણવાડી અમારી જવાબદારીના સંદેશ સાથે આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકો કિશોરીઓ સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓના પોષણ તથા આરોગ્ય માટે કરાતી કામગીરી અંગે પણ જાગૃતિ ફેલાવાઇ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ કિશોરીઓને પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહી પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા તેમજ સમાજમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરિત કર્યા હતા.
