વિદ્યાભારતી સંજેલી દ્વારા શ્રી સરસ્વતી વિદ્યાલય, ખાતે એક ભવ્ય રાષ્ટ્રીય અભિયાનનું આયોજન કરાયું હતું. એક ગીત, એક ભાવના, એક ભારતના સૂત્ર સાથે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવા માટે રાષ્ટ્રગીત વંદે માતરમ્ની 150 વર્ષ પૂર્તિ ઐતિહાસિક અવસરે તાલુકા વિકાસ અધિકારી ડી વી પરમાર, સંચાલક ડિમ્પલ દેસાઈ એપીએમસી ચેરમેન સુરેન્દ્રસિંહ સોલંકી પાર્ટી પ્રમુખ સુરેશ ચારેલ, રાજેશભાઈ ડામોર તથા શાળાના આચાર્ય શાળાના વિદ્યાર્થી મિત્રો દ્વારા એક સ્વર, એક સંકલ્પ અને એક ભારતની ભાવનાને ઉજાગર કરતા સમૂહમાં વંદે માતરમ્ ગાન કરાયું હતું. આખું શાળા પરિસર ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો