દાહોદ તાલુકાના ખરોડા ગામેથી દાહોદ ગ્રામ્ય પોલીસે એક પીકઅપ વાનમાંથી વિદેશી દારૂનો રૂા.6.30 લાખના દારૂના જથ્થા સાથે વાનના ચાલક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની અટકાયત કરી દારૂ ભરી આપનાર અને વિદેશી દારૂ મંગાવનાર ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


દાહોદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે દાહોદના ખરોડ ગામે ડોકી તરફ નાકાબંધી કરી વાહનોની તલાશી હાથ ધરી હતી. દરમિયાન બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ વાન ત્યાંથી પસાર થતાં તેને અટકાવી તેના ચાલક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પુછપરછ કરી વાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂા.6.30 લાખનો દારૂનો જથ્થો અને વાન મળી કુલ રૂા.11.40 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો અલ્કેશ સેતાન નિનામા (રહે.મધ્યપ્રદેશ)એ ભરી આપ્યો હતો અને કમલેશ ધીરજી પલાસ (રહે.બોરવાણી, તા.જિ.દાહોદ)એ મંગાવ્યો હોવાની કબુલાત કરતાં બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: