ડભોઇ ચોમાસાની હજુ તો ગણતરીના દિવસોમાં જ શરૂઆત થઈ છે ત્યાં જ ડભોઇ નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડી ગયા છે. માત્ર થોડાક જ વરસાદમાં ડભોઇના મહુડી ભાગોળથી લઈને પરબડી સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જતાં સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓ હાલાકી વેઠે છે.

સૌથી વધુ આશ્ચર્ય વાત તો એ છે કે, જ્યાં આ ગંભીર સમસ્યા છે. તે વોર્ડ નં. 4ના કાઉન્સિલર અને નગરપાલિકાના ઉપપ્રમુખ પોતે પણ આ જ વિસ્તારનાં છે. સત્તાધીશો પોતાના જ ઘર આંગણે સર્જાયેલી આ દુર્દશા જોઈ શકતા નથી. વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલ આ માર્ગ એટલી હદે બિસ્માર બની ગયો છે કે વાહનચાલકોને મહુડી ભાગોળ તરફ્ આવવું હોય તો પણ વિચાર કરવો પડે છે. ખાડાને કારણે અકસ્માત થવાનો ભય રહે છે.