દહેગામઃ દહેગામ તાલુતકાના સાંપામાં 10 ફુટ ઉંચાઇવાળા ગબ્બર પર્વતે જ્બ્બર આકર્ષણ જગાવ્યુ છે. ગબ્બર ગ્રુપ દ્વારા 300 ચોરસફુટ જગ્યામાં દશ ફુટની વિશાળ ઉંચાઇવાળા આકર્ષક ગબ્બર પર્વતનુ 40 દિવસની ભારે જહેમત બાદ નિર્માણ કરાયુ છે. અદ્દલ ગબ્બરની પ્રર્તિકૃતી જોવા માટે સાંપાના ગ્રામજનો સહીત આસપાસના ગ્રામજનો પણ સાંપામાં ઉમટી રહ્યા છે. આ ગબ્બરે નાના બાળકોમાં ભારે આકર્ષણ જગાવ્યુ છે. સાંપા ગામના ગબ્બર ગ્રુપના યુવક મંડળ દ્વારા સતત 18 મા વર્ષે નવરાત્રી દરમિયાન પાવાગઢના ગબ્બરની પ્રતિકૃતિનુ નિર્માણ કર્યુ છે. દોઢ મહિના સુધી 40 જેટલા યુવકો આ કાર્યમાં જોડાયા છે અને ભારે જહમેતથી ગબ્બર તૈયાર કરાય છે. આ પર્વતના નિર્માણમાં 50 ટ્રેક્ટર માટી તથા પથ્થરોનો ઉપયોગ કરાયો છે. ગબ્બર પર્વતની ઝાંખીમાં ચાંપાનેર કિલ્લાનુ નિર્માણ અને નગર બનાવાયુ છે. મહાકાળી મંદિર, કાળ ભૈરવ મંદીર સહીત ચારધામ મંદીરો બનાવાયા છે. સતત ચાલુ રહેતી રોપવે પણ બનાવામાં આવી છે તેમજ પાણીના તળાવો અને ફુવારા સહીત ગાડીઓના ટ્રેક બનાવાયો છે . સાંપાનો ગબ્બર જોવા માટે દહેગામ તાલુકાના લોકો ઉપરાંત ગાંધીનગર સુધીના લોકો પણ આવે છે. દશેરા સુધી ગબ્બર દર્સન ચાલે છે . હાલ આ ગબ્બર જોવા લોકોનો ટોળે ટોળા ઉમટી રહ્યા હોવાની વિગતો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો