દહેગામ માર્કેટયાર્ડમાં સાતમથી શુભ શરુઆત થયા બાદ હાલ દૈનિક 100 ટ્રેક્ટરની આવક ડાંગરની થઇ રહી છે. નવા વર્ષની શરુઆતમાં જ ભાવ ઉંચકાયો હતો અને સારી ડાંગરનો ઉંચો ભાવ અત્યાર સુધીના સૌથી ઉંચા 586એ પહોંચ્યો છે. શરુ આતના પાંચ દીવસમાં પંદરેક હજાર બોરીની આવક સાથે ડાંગરની આવકનો આંકડો આશરે સવા લાખે પહોંચ્યો છે. યાર્ડમાં સારી ડાંગરનો ભાવ 550થી 586 સુધી બોલાયો છે. મીડીયમ માલના 500થી 540 તેમજ હાર્વેસ્ટર ડાંગરના માલના 480થી 500 સુધીના ભાવો પડયા છે. યાર્ડમાં દહેગામ ઉપરાંત ડભોડા, વડોદરા, રાયપુર, વિરાતલવડી, વલાદ, ફિરોજપુર સુધીના ખેડું તો પણ ડાંગર વેચવા માટે આવી રહ્યા છે.
