દહેગામ તાલુકાના ડેમાલિયા 108ની ટીમે મહિલાની ઘરે જ સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. બે દિવસ પહેલાં બહિયલની એમ્બ્યુલન્સ ઉપર ડેમાલિયાથી કોલ આવ્યો હતો. જેમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હોવાનો કોલ મળતાં જ EMTકમલેશ સોલંકી અને પાઇલોટ બદેસિંહ ઝાલા તરત જ ડેમાલીયા ગામ જવા માટે રવાના થયા હતા. ત્યાં જઈ ને જોયું તો પ્રસૂતિની વધારે પડતી પીડા હતા અને ચિન્હોને ધ્યાને લેતા ખબર પડી કે ડિલિવરી ઘરે જ કરાવી પડે તેમ હતું. બાળક તેમજ મહિલા બંન્ને જોખમી હતા, માતાની ત્રીજી સુવાવડ હતી. જેથી EMTની આવડત અને ERCPડો. તુષારના માંર્ગદર્શન હેઠળ કોઈ વિલંબ કર્યા વગર ઘરે જ ડિલિવરી કરાવાઈ હતી. ઘરે જ સફળ ડિલિવરી બાદ માતા અને બાળકને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જોખમી માતાની પણ નોર્મલ ડિલિવરી થતા પરિવારને પણ હાશકારો થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો