અંજારમાં મિલકત સંબંધી ગુનો આચર્યા બાદ ફરાર થઇ ગયેલા એક આરોપીને દહેગામના એક એપાર્ટમેન્ટમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. અંજાર પોલીસ આરોપીને શોધી રહી હતી અ દરમિયાન દહેગામ પોલીસે બાતમી આધારે દહેગામના ઇસમને પકડી પાડીને અંજાર પોલીસને સોંપ્યો હતો. મળતી વિગતો મુજબ દહેગામ ટાઉન બીટ જમાદાર જીનલકુમાર મહંતને બાતમી મળી હતી કે અંજાર પોલીસ મથકમાં વર્ષ 2026 માં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ નોંધાયેલા એક મિલકત સંબંધીત ગુનામાં નાસતો ફરતો આરોપી મિતુલ કિશોરભાઇ પટેલ (રહે. દહેગામ હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ , મકાન નંબર 1003 મુળ રહે. ઇકબાલગઢ તા. અમીરગઢ બનાસકાંઠા) હાલમાં દહેગામમાં તેના ઘરે આવેલ છે. આ હકીકત આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરીને નાસતા ફરતા આરોપી મિતુલ પટેલને તેના જ ઘરેથી રંગેહાથ પકડી પાડયો હતો. આરોપી અંજાર ખાતે મિલકત સંબંધીત ગુના આચર્યો હોવાથી આ મામલે સ્ટેડા નોંધ કરીને અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હોવાની વિગતો છે.
