દહેગામ શહેરમાં આજે જૈન મુની મહારાજનુ ભવ્ય સ્વાગત સાથે શહેરમાં આગમન થયુ હતુ. જૈન મરાહાજ દ્વારા ચાતુર્માસ દહેગામ ખાતે કરવામાં આવનાર હોવાથી પ્રવેશ પ્રસંગે દેશભરમાંથી દહેગામ ખાતે ભાવિકો ઉમટી પડયા હતા. શહેરમાં જૈન સંઘ અને ભક્તો દ્વારા મહારાજનુ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને ભવ્ય સ્વાગત કરાયુ હતુ. શહેરના રાજમાર્ગો પર મોટીસંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.
દહેગામની ધરા પર વાગડ વિભુષણ જૈન આચાર્ય મૃદુરત્ન સાગર સુરીશ્વરજી મહારાજ, તપસ્વી મુની મોક્ષ રત્ન સાગરજી મહારાજ તથા નગરના પનોતા પુત્ર મુનિ પવિત્રરત્ન સાગરજી મહારાજ તેમજ સાધ્વીજી સ્વર્ણજ્યોતિશ્રીજી મહારાજ આદિ થાણા-4 નો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો. દહેગામમાં ગુરઓના આગમનથી જૈન તથા જૈનેતર પ્રજામાં આનંદની લહેર છવાઇ છે અને જૈન સંઘ દ્વારા આચાર્યોના સ્વાગત માટે ભારે તૈયારીઓ કરવામા આવી હતી.
