દહેગામ તાલુકામાં એક મહિનાથી વરસાદ ખેંચાઇ ગયો છે અને લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ખેડુતોની દયનિય સ્થિતીથી વ્યથિત બનેલા કડજોદરાના 99 વર્ષના વૃધ્ધ પ્રભુદાસ મેઘરાજા સામે મેદાને પડયા છે. સતત નવ દિવસથી તેઓ સોમનાથ મંદિર ખાતે ઉપવાસ કરી રહ્યા છે. અન્નનો ત્યાગ કર્યો છે. માત્ર લીંબુપાણી ઉપર નવ દિવસથી તપસ્યા કરીને મેઘરાજાને મનાવાનો પ્રયાશ કર્યો છે. કડજોદરામાં રહેતા પ્રતાપસિંહ ઉર્ફે પ્રભુદાસ ચેલસિંહ ઝાલા 99 વર્ષની ઉંમરના વયોવૃધ્ધ નાગરીક છે. આ વર્ષે ભગવાન ભોળાનાથના પવિત્ર શ્રાવણ માસમાં પણ વરસાદની મહેર ના થતા તેમજ વરસાદ સતત એકાદ મહિનાથી ખેંચાઇ રહ્યો હોવાથી તાલુકામાં ખેતીવાડી અને પશુઓની સ્થિતી દયનિય જોવા મળી છે.આ સ્થિતીથી ચિંતીત અને વ્યથિત કડજોદરાના પ્રતાપસિંહ ઝાલાએ ગામના પૌરાણિક અને જુના સોમ નાથ મંદિરમાં મેઘરાજાને મનાવવા ઉપવાસ પર બેસી ગયા છે. જ્યાં સુધી વરસાદ નહી આવે ત્યાં સુધી ઉપવાસ કરવાનુ જણાવ્યુ છે અને પ્રતાપસિંહે આજે નવમા દિવસે પણ ઉપવાસ તોડયા નથી અને અન્નનો ત્યાગ કર્યો છે. માત્ર ને માત્ર શરબત લિંબુ પાણી પીને સતત નવ દિવસ વિતાવ્યા છે. વયોવૃધ્ધ દાદાની સ્થિતીને લઇને તેમને ઉપવા સ તોડી નાંખવા અને મનાવવા માટે આજે ગ્રામજનો મંદિર ખાતે ઉમટયા હતા પરુંતુ વરસાદ નહી આવે ત્યાં સુધી પ્રતાપસિંહે ઉપવાસ તોડવાની ના પાડી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો