દહેગામ : દહેગામ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતીના કાર્યકરો અને પ્રમુખ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જંતર મંતર પર ધક્કે ચડાવાયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આ દિવસને કાળા દિવસ મનાવ્યો હતો. દહેગામ ખાતે કાગ્રેસી કાર્યકરોએ એસટી ચોકી પાસે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જીલ્લા પંચાયત બેઠક કડજોદરાના સદસ્ય સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોગ્રેસ દ્વારા ધક્કામુક્કીની ઘટનાના વિરોધમાં આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરીને કાળી પટ્ટી બાંધીને કાળો દિવસ મનાવ્યો હતો. જંતર મંતર પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ધક્કામુક્કી ની ઘટનાનો વિરોધ કરાઇ રહ્યો છે. રાહુલ ગાંધીના સમર્થનમાં કાર્યકરો ઉમટયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ રોડ બેસીને મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે નારા પણ લગાવ્યા હતા.
