દહેગામના સાંપા ગામમાં વિફરેલા કપિરાજે ગ્રામજનોની નીંદ હરામ કરી દીધી છે. બેદિવસથી વિફરેલા વાંદરાએ છ જેટલા રહીશો પર હુમલો કરીને લોહિલુહાણ કરી દીધા છે. ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોએ સારવાર લેવાની ફરજ પડી હતી. વાંદરો ટોળમાંથી છુટો પડી ગયો હોવાથી ગ્રામજનો પર હીંસક હુમલો કરી રહ્યો છે. આજે બીજો દિવસ વિતવા છતા વાંદરાને ફોરેસ્ટ તંત્ર પકડી શક્યુ નથી. વાંદરાને પકડવા માટે પાંજરુ મુકવાની તજવીજ કરવામાં આવી હતી. સાંપામાં બે દિવસથી પટેલવાસ, ઠાકોરવાસ, વાળંદવાસ અને ઇન્દિરાનગરના વિસ્તારમાં એક વિફરેલા બુઢીયા ( મોટો વાંદરો) એ ગામમાં આતંક મચાવ્યો છે અને સતત બીજા દીવસે પણ ગ્રામજનો પર હુમલો કરીને બચકા ભર્યા હોવાની વિગતો સામે આવી છે. વાંદરો હજી સુધી પકડાયો ના હોવાથી મહિલાઓ અને નાના બાળકોમાં ભય ફેલાયો છે. ગ્રામજનો બહાર નીકળતા ડરી રહ્યા છે. અચાનક આવી જાય છે અને સધો જ હુમલો કરીને ફરાર થઇ જાય છે. આજે બીજા દિવેસ ફોરેસ્ટ તંત્ર હરકતમાં આવ્યુ છે પરંતુ હજી સુધી પાંજરે પુરી શક્યુ નથી. વાંદરો એજ જગ્યાએ રહેવાને બદલે જુદા જુદા વિસ્તારમાં અને સીમવાળા ખેતરોમાં ભાગી જતો હોવાની વિગતો છે. છ જણાને ઇજાગ્રસ્ત કર્યા બાદ પણ વાંદરો હજી સુધી ગામમાં જ ફરતો હોવાથી ભારે ભયનો માહોલ છવાયો છે. પ્રાથમિક ચર્ચા મુજબ વાંદરો તેના ટોળામાંથી છુટો પડી જવાથી હુમલા કરી રહ્યો છે. છ જણા પર હુમલાની ઘટના બાદ ગ્રામજનો હાલ બહાર સાવચેતી પુર્વક નીકળી રહ્યા છે
