દહેગામની અતુલ સોસાયટી તરફ જતા માર્ગમાં તાજેતરમાં જ નવી લાઇન નાંખવાની કામગીરી કર્યા બાદ ગટરોની ચોકડીઓ ખુલ્લી મુકી દેવામાં આવતા અકસ્માતની સંભાવનાઓ સર્જાઇ છે.
રાત્રે નીકળતી વખતે કોઇ ખુલ્લી કુંડીમાં પડી જાય એવી દહેશત છે. રોડ વચ્ચે પાઇપલાઇન નાંખવામાં આવ્યા બાદ ગટરોની ચોકડીઓ બનાવામાં આવી છે જેના પર ઢાંકણ ફીટ નથી કરાયા કે બંધ નથી કરવામાં આવી. કોઇ પડે તો પણ હાથપગ ભાંગી જાય એવી હાલતને લઇને આસપાસના દુકાનદારો તથા કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનુ તેમજ રોગચાળાની દહેશત વચ્ચે ગટરોના ઢાંકણા ઝડપથી ફીટ કરીને કુંડીઓ અને રસ્તો સલામત કરવા સ્થાનીક લોકોમાં માંગ ઉઠી છે.










