દહેગામમાં વધતા જતા કેબલ ચોરીના બનાવો મામલે પોલીસ હવે ભંગારીઓ પર નજર રાખી રહી છે. કેબલ ચોરીના બનાવો અટકાવા તેમજ ચોરીનો માલ વેચવા જતા ઇસમોને પકડવા માટે ભંગારના વેપારીઓને વિવિધ તકેદારી રાખના સુચનાઓ આપવામાં આવી હતી.
પોલીસ મથકમાં પચાસ જેટલા ભંગારનો માલ લે -વેચ કરતા નાના મોટા વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમને પોલીસ દ્વારા સાવચેતી રાખવાની અને ચોરીનો કેબલ નહી ખરદીવા તેમજ આવા માલ વેચવા આવતા ઇસમોની આધારકાર્ડ અને ઓળખના પુરાવા તપાસવા આદેશ કર્યો હતો.
દહેગામ પીઆઇ એમ.એન. દેસાઇએ વેપારીઓને સમજ આપી હતી. રાત્રીના સમયે કેબલ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેથી આવા બનાવો અટકાવા માટે શહેરના પચાસ જેટલા વેપારીઓ સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોલીસે સુચનો આપ્યા હતા અને વેપારીઓને જણાવ્યુ કે કેબલનું વેચાણ કરવા આવનારા ઇસમનું આધારકાર્ડ મેળવીને તેમજ જરુરી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરવુ, દ્વી ચક્રી કે ફોરવિલ વાહનો વેચાણમાં આવે તો વાહનોની આરસી બુકની નકલ મેળવી લેવી તથા આરસી બુકમા જણાવેલી વિગતોની ખાત્રી કરીને નોંધ રાખવી તેમજ દુકાનો ખાતે સીસીટીવી કેમેરા લગાવવા વિગેરે સુચનો કરીને ચુસ્ત પાલન કરવા તમામ વેપારીઓને અપીલ કરાઇ હતી. પોલીસે વેપારીઓને ચોરીના બનાવો અને કેબલ ચોરીઓને અટકાવામાં સહકાર આપવા અપીલ કરી હતી. વેપારીઓ દ્વારા પોલીસને સાથ સહકારની ખાત્રી આપવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો